ગુજરાતી પારસી વાડિયા કુટુંબો: મુંબઈના વિકાસના પ્રણેતા

​ગુજરાતી પારસી વાડિયા કુટુંબો: મુંબઈના વિકાસના પ્રણેતા 

 

 મુંબઈ શહેર આજે ભારતની આર્થિક-વાણિજ્ય-વ્યાપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. મુંબઈ પ્રથમ કક્ષાના બંદર તરીકેની નામના ધરાવે છે.
મુંબઈની આ સિદ્ધિરુપ ખ્યાતિ પાછળ ગુજરાતના સુરત શહેરના એક પારસી કુટુંબનું ગણના પાત્ર યોગદાન છે, તે વાતથી આપણે ગુજરાતી હોવા છતાં લગભગ અજાણ છીએ. આવો, જાણીએ આ વિસરાતી વાતને.
મુંબઈનું બારું કે મુંબઈના જહાજ ઉદ્યોગથી લઈ ઈંગ્લેંડની યશકલગીરૂપ બ્રિટીશ નેવી તથા ઈંગ્લિશ એડમિરલ નેલ્સનના ટ્રાફાલ્ગર યુદ્ધની વાત કરવી હોય તો તમારે એક નામથી શરૂઆત કરવી પડે – લવજી નસરવાનજી વાડિયા.
તે સમય હતો સત્તરમી સદીના ઉત્તરાર્ધનો.
સુરતમાં ધીકતો જહાજવાડો. શેઠ ધનજીભાઈનો જહાજનો કારોબાર મોટો. તેમને ત્યાં લવજીભાઈ વાડિયા કારીગર. પોતાના કામમાં ખાં. અંગ્રેજોની આંખમાં વસી ગયા. ઈતિહાસ સાખ પૂરે છે કે અંગ્રેજો માટે નૌકાસૈન્ય હંમેશા મહત્વપૂર્ણ રહ્યું છે. બાહોશ અગ્રેજ અધિકારી સુરતી કારીગર લવજીને મુંબઈ લઈ ગયા.
1735ની એ સાલ.
બીજા વર્ષે તો લવજી વાડિયાની દેખરેખમાં મુંબઈમાં બારાં બનાવવાની શરૂઆત થઈ. વીસેક વર્ષે મુંબઈનો સૂકો ધક્કો તૈયાર થયો. લવજીએ જહાજો બાંધવા શરૂ કર્યાં.
ઈસ્ટ ઈંડિયા કંપનીએ લવજી વાડિયાના કૌશલ્યની કદર કરી તેમને “માસ્ટર બિલ્ડર” તરીકેનું સન્માન આપ્યું.
જહાજ ઉદ્યોગ અને બંદરનો વિકાસ પરસ્પર પૂરક બની રહેતાં  મુંબઈ શહેર દુનિયાના નકશા પર ઝળકી ઊઠ્યું. મુંબઈમાં વાડિયા કુટુંબની પેઢી દર પેઢીએ જહાજવાડાની કળા જાળવી. તેમના વંશવારસોએ ઈંગ્લેંડના રોયલ નેવી માટે ખડતલ યુદ્ધજહાજો બાંધી નામના મેળવી.
1775-80 દરમ્યાન માણેકજી વાડિયાની નિગરાનીમાં બ્રિટીશ રોયલ નેવી માટે એક ખાસ જહાજ બાંધવામાં આવ્યું. ઈંગ્લિશ એડમિરલ હોરેશિઓ નેલ્સનનું તે જહાજ. વાડિયા કુટુંબને અપ્રતિમ સિદ્ધિ મળી ટ્રાફાલ્ગર યુદ્ધ વખતે.
1805નું વર્ષ.
ફ્રાંસના શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટના સમયમાં ઈંગ્લેંડ અને ફ્રાંસ વચ્ચે એટલાંટિક મહાસાગરમાં  ભારે દરિયાઈ યુદ્ધ ચાલે.
એક તરફ ઈંગ્લેંડનું  નૌકાસૈન્ય; બીજી તરફ ફ્રાંસ-સ્પેનનું સંયુક્ત તાકાતવર નૌકાસૈન્ય. એક તરફ માણેકજી વાડિયાએ બાંધેલા “વિક્ટરી” જહાજના કપ્તાન એડમિરલ નેલ્સનનું નેતૃત્વ, બીજી તરફ વિશ્વવિજેતા થવાનાં સ્વપ્નાં જોતા ફ્રાંસના શહેનશાહ નેપોલિયન બોનાપાર્ટનું નેતૃત્વ.
ટ્રાફાલ્ગર યુદ્ધમાં ફ્રાંસના શહેનશાહ નેપોલિયનની હાર થઈ.
 એડમિરલ નેલ્સનના નેતૃત્વમાં ઈંગ્લેંડના રોયલ નેવીને સ્પેનની દક્ષિણે જિબ્રાલ્ટરની સામુદ્રધુની પર ટ્રાફાલ્ગર પાસેના સમુદ્રી યુદ્ધમાં ભવ્ય વિજય મળ્યો.
પરિણામે વાડિયા કુટુંબને અને મુંબઈના જહાજવાડાને ઘણી પ્રતિષ્ઠા મળી.
અંગ્રેજ શાસન દરમ્યાન મહત્વપૂર્ણ બંદર તરીકે વિકસેલા મુંબઈ શહેરની આગેકૂચ કદી રોકાઈ નથી.
મુંબઈની વિકાસગાથામાં ગુજરાતી લવજી વાડિયા તથા તેમના વંશવારસોનું યોગદાન સુવર્ણ અક્ષરે આલેખાવું જોઈએ.

Advertisements

સુરતના સવિતાનારાયણ ગણપતિનારાયણ

​ઇસ 1840માં સુરતમાં સવિતાનારાયણ ગણપતિનારાયણનો જન્મ.
નાનપણથી જ્ઞાનની ભૂખ.
સુરતના વિખ્યાત સુધારક દુર્ગારામ મહેતાજીની શાળામાં અભ્યાસ કર્યો. લખતાં-વાંચતાં શીખ્યા. સવિતાનારાયણની જિજ્ઞાસાવૃત્તિ એવી પ્રબળ કે અંગ્રેજી પણ શીખ્યા.
તે વર્ષ 1857નું.
જ્યારે હિંદુસ્તાન સ્વાતંત્રસંગ્રામની ચિનગારીઓમાં લપેટાયેલું હતું ત્યારે ઇંગ્લેન્ડની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજ હાકેમો સુરત પાસે તાપી નદી પર પુલ બાંધી રહ્યા હતા.
અંગ્રેજ ઇજનેરો મજૂરો પાસેથી કામ શી રીતે લે? તેમને દુભાશિયાની જરૂર પડી.
સત્તરેક વર્ષના સવિતાનારાયણ ગણપતિનારાયણ પચ્ચીસ રૂપિયાના માતબર પગારથી દુભાશિયા તરીકે નિમણૂક પામ્યા. અંગ્રેજ ઇજનેરો અંગ્રેજી ભાષામાં સૂચના આપે; સવિતાનારાયણ ગુજરાતીમાં કડિયા-મિસ્ત્રી-મજૂરોને સમજાવે.
ફાજલ સમયમાં તેમણે પુસ્તકો વાંચીને લેખનપ્રવૃત્તિ શરૂ કરી. તેમના લેખો-કાવ્યો પ્રસિદ્ધ પણ થયાં.
ગુજરાતના રૂઢિચુસ્ત, અંધારા સમાજમાં એક સામાન્ય કુટુંબમાં જન્મેલ એક અદનો ગુજરાતી તે યુગમાં આપબળે કેવી પ્રગતિ કરી શક્યો!
વાઇબ્રન્ટ ગુજરાતની રોશનીમાં આવા કંઈક દુર્ગારામ મહેતાજી, કંઈક સવિતાનારાયણની જીવનરેખાઓ આપણે જોઇ શકતા નથી.
આજે ગુજરાત સવિતાનારાયણ જેવા કેટલાયે ગરવા ગુજરાતીઓને વિસરી ગયું છે!
કોણ સાંભળશે આ વિસરાતી વાતો?

ગાંધીજીના ભત્રીજા સામળદાસ ગાંધી અને જૂનાગઢની આરઝી હકૂમત

​રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોરબંદરના દિવાન કરમચંદ ગાંધીના પુત્ર.
ગાંધીજીના મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધી. લક્ષ્મીદાસ ગાંધીના પુત્ર સામળદાસ ગાંધી.
આમ, સામળદાસ ગાંધી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ભત્રીજા.
સામળદાસ ગાંધીએ અમદાવાદમાં ગાંધીજીના ‘નવજીવન’માં તથા મુંબઈમાં ‘મુંબઈ સમાચાર’ અને ‘જન્મભૂમિ’માં કામ કર્યું.
1947માં હિંદુસ્તાન આઝાદ થયું.
ગુજરાતમાં જૂનાગઢ(સૌરાષ્ટ્ર)ના નવાબે ભારત સંઘમાં ભળવા ઇંકાર કર્યો અને પાકિસ્તાન સાથે જોડાવા તૈયારીઓ આદરી. સૌરાષ્ટ્ર-ગુજરાતના કોંગ્રેસના આગેવાનોએ જૂનાગઢને બચાવવા સમાંતર સરકાર રચવા નિર્ણય કર્યો.
મુંબઈમાં ટાટા ગૃપની તાજમહાલ હોટેલમાં સામળદાસ ગાંધી, ઢેબરભાઈ, રસિકલાલ પરીખ વગેરે ગુજરાતી નેતાઓએ જૂનાગઢની આરઝી હકૂમત રચી.
જૂનાગઢના નવાબ સામે  પ્રચંડ પ્રજામત જાગૃત થતાં નવાબે પાકિસ્તાન ભાગવું પડ્યું.
જૂનાગઢમાં પ્રજાતંત્રની સ્થાપના થઈ. વડાપ્રધાન પદે સામળદાસ ગાંધીની વરણી થઈ. જૂનાગઢ ભારતીય સંઘમાં ભળ્યું ત્યાં સુધી ત્યાંના પ્રજાતંત્રના વડાપ્રધાન તરીકે સામળદાસ ગાંધી રહ્યા

ગુજરાતી રંગભૂમિ

​ગુજરાતી રંગભૂમિના વિકાસના કેટલાક રસપ્રદ તબક્કાઓ છે.
ઇસ 1842માં મુંબઈમાં ગ્રાંટ રોડ પર રોયલ થિયેટર બંધાયું. 
મુંબઈના જગન્નાથ શંકર શેઠ નામે ધનપતિ ગુજરાતીએ તે બંધાવ્યું હોવાથી રોયલ થિયેટર ‘શંકર શેઠની નાટક શાળા” તરીકે ઓળખાયું. 
સાચું કહો તો, ગુજરાતી ભાષામાં નાટ્યપ્રવૃત્તિઓના શ્રીગણેશ કરવાનો  શ્રેય ગુજરાત બહારના, મુંબઈના પારસીઓને જાય છે.
 મુંબઈના પારસી આગેવાનોએ સ્થાપેલ ‘પારસી નાટક મંડળી’એ ગુજરાતી રંગભૂમિની નાટ્યપ્રવૃત્તિઓને ત્વરાથી વિકસાવી. ગુજરાતી નાટ્યશાસ્ત્રના પ્રારંભિક તબક્કામાં નાટ્યલેખન, દિગ્દર્શન અને અભિનય ક્ષેત્રે પારસીઓની બોલબાલા હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (ગાંધીજી) નો જન્મ જે વર્ષમાં થયો, તે વર્ષ 1869માં કે. ખુશરૂ કાબરાજીની ‘વિક્ટોરિયા નાટક મંડળી’નું ‘બેજન મનીજેહ’ નાટક ભારે સફળતાને વર્યું.
 ‘પારસી નાટક મંડળી’ના નાટક ‘રૂસ્તમ સોહરાબ’માં કવિ દલપતરામનાં ગીતો હતાં.
ગુજરાતી લેખક નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવેનાં / નાટક પારસી નાટક કંપનીઓ ભજવતી. એક નાટ્યપ્રયોગ વખતે મુંબઈના ગુજરાતી મહેતાજીઓને પારસી નાટક કંપની સાથે મતભેદ થયો.
1878માં મુંબઈના ગુજરાતીઓએ ‘ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના કરી.
આ નવોદિત ‘ગુજરાતી નાટક મંડળી’નો પહેલો નાટ્ય પ્રયોગ તે રણછોડભાઈ ઉદયરામ દવેનું ‘લલિતાદુઃખદર્શક’.
ગુજરાતી રંગમંચના મહાન કલાકાર જયશંકર ‘સુંદરી’એ  ‘ગુજરાતી નાટક મંડળી’માં વર્ષો સુધી અભિનય આપ્યો. ગુજરાતી રંગભૂમિના વિકાસમાં જયશંકર ‘સુંદરી’નું યોગદાન અવિસ્મરણીય છે.

વિઠ્ઠલદાસ ઠાકરસી – મુંબઈના સૌથી નાની ઉંમરના ગુજરાતી મેયર

​વીસમી સદીના ઉદય સમયે હિંદુસ્તાનના મુંબઈ શહેરની વાત.
મુંબઈ શહેરના એક પ્રતિષ્ઠિત મિલમાલિક શ્રેષ્ઠી ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસી (ઠાકરશી).
માત્ર ત્રેવીસ વર્ષની વયે વિઠ્ઠલદાસ ઠાકરસી મિલમાલિક – ઉદ્યોગપતિ તરીકે નામના પામ્યા. ઇસ 1898માં માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે વિઠ્ઠલદાસ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાયા.
1907માં વિઠ્ઠલદાસ ઠાકરસી મુંબઈ શહેરના મેયર બન્યા.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી નાની ઉંમરના મેયર બનવાનું માન આપણા આ ગરવા ગુજરાતી વિઠ્ઠલદાસ ઠાકરસીને મળ્યું.
તે સમયે મુંબઈમાં ઘોડાથી ચાલતી ટ્રામ દોડતી. મુંબઈના નવયુવાન ગુજરાતી મેયર વિઠ્ઠલદાસ ઠાકરસીએ મુંબઈ શહેરમાં ઈલેક્ટ્રિક ટ્રામ શરૂ કરી. 

એક ગુજરાતી વિદ્વાન આઇન્સ્ટાઇનની મુલાકાતે

​આપને મેં ક્યારેક ભાવનગરના દિવાન શામળદાસ મહેતા વિશે વાત કરેલ છે. તેમના નાના પુત્ર લલ્લુભાઈ.
સર લલ્લુભાઈ શામળદાસ મહેતાના સૌથી નાના પુત્ર ગગનવિહારી મહેતા(1900 – 1974)એ ગુજરાતને ગૌરવ બક્ષ્યું છે.
ગગનવિહારી લલ્લુભાઈ મહેતાને ફિલોસોફી તથા સાહિત્યમાં ઊંડો રસ હતો.
ગગનવિહારી મહેતાએ એમ.એ.ની પરીક્ષા માટે વિશ્વવિખ્યાત બ્રિટીશ ફિલોસોફર-વિચારક બર્ટ્રાન્ડ રસેલ પર મહાનિબંધ લખેલ. તેમના પરીક્ષક ભારતીય તત્વચિંતક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. નિબંધથી પ્રભાવિત થયેલા ડૉ. રાધાકૃષ્ણને તેમને પ્રથમ વર્ગ આપ્યો હતો.
1952માં ગગનવિહારી મહેતા ભારત સરકારના અમેરિકા ખાતેના એલચી નિમાયા. તેમણે અમેરિકા તથા મેક્સિકોના ભારતીય એલચી તરીકેની જવાબદારીભરી અને સન્માનનીય જવાબદારી નિભાવી.
તે સમયે સુપ્રસિદ્ધ જર્મન/ અમેરિકન  વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અમેરિકામાં પ્રિન્સ્ટન (ન્યૂ જર્સી) ખાતે અધ્યાપન અને સંશોધન કાર્યમાં રત હતા. 1953ના એપ્રિલમાં ગગનવિહારી મહેતા મહામાનવ આઇન્સ્ટાઇનને મળવા પ્રિન્સ્ટન ગયા હતા. લગભગ એક કલાકની મુલાકાતમાં અર્ધો કલાક તો મહાત્મા ગાંધી અને તેમની વિચારસરણી પર વાતો થઈ.
મહાન અણુવિજ્ઞાની આઇન્સ્ટાઇનને ગાંધીજી પ્રત્યે ઊંડો આદરભાવ હતો અને તેમણે ગાંધી વિચારધારાનો ગહન અભ્યાસ પણ કર્યો હતો. આઇન્સ્ટાઇનને બર્ટ્રાન્ડ રસેલની અસાધારણ બુદ્ધિપ્રતિભા માટે પણ વિશેષ માન હતું. આઇન્સ્ટાઇન સાથેની મુલાકાતમાં ગગનવિહારી મહેતાને મહાન વૈજ્ઞાનિકના મુખેથી મહાત્મા ગાંધી માટે પ્રશંસા અને આદરનાં ફૂલો જ વેરાતાં દેખાયાં. ***

ગુજરાતી રંગભૂમિ : ભવાઈ અને અસાઇત પટેલ

​ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતના રંગમંચ પર હવે ભુલાતો જાય છે. ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા.
 વિદેશી શાસકોના હિંદુસ્તાન પરના હુમલાઓનો તે સમય. અલ્લાઉદ્દીન ખીલજીના સમયની આ વાત. અલ્લાઉદ્દીન ખીલજીના એક સરદારે સમૃદ્ધ ગુજરાત પર ચઢાઈ કરી. ઉત્તર ગુજરાતના સિદ્ધપુર શહેર તેણે તાબે કર્યું. સિદ્ધપુરનો એક મોવડી હેમાળા પટેલ અને તેને એક સૌંદર્યવતી  યુવાન દીકરી ગંગા.
ખીલજીના સરદારની કુદ્રષ્ટિ ગંગા પર પડી અને હેમાળા પટેલને માથે આભ તૂટી પડ્યું. ત્યારે પટેલનો જિગરજાન બ્રાહ્મણ મિત્ર અસાઈત ઠાકર તેની વહારે ધાયો. કથાકાર તરીકે અસાઈત ઠાકરની નામના હતી. તેમણે સરદારના કાને વાત મૂકી કે ગંગા મારી પુત્રી છે. “અનુપમા”ના વાચકમિત્રો! આપ કલ્પી શકશો આભડછેટનો તે જમાનો? બ્રાહ્મણ કદી પટેલ સાથે એક પંગતે ન જમે! સરદાર કહે કે જો ગંગા તેની પુત્રી હોય તો અસાઈત તેની સાથે એક ભાણે જમે. એક યુવતીના શિયળને ભ્રષ્ટ થતું બચાવવા અસાઈતે ગંગા સાથે ભોજન કર્યું. ગંગા તો બચી ગઈ, પરંતુ  ઠાકરની જ્ઞાતિએ અસાઈત ઠાકરને વટલાયેલો ગણી ન્યાત બહાર કર્યો. અસાઈત ઠાકરને સિદ્ધપુર છોડવું પડ્યું. અસાઈત ઠાકર કુટુંબ સાથે ઊંઝા આવ્યા. હેમાળા પટેલ અને સમસ્ત કડવા પાટીદાર સમાજે અસાઈતનું ઋણ ચૂકવવા તેમના ભરણપોષણની વ્યવસ્થા કરી આપી. કહે છે કે ઊંઝાના પટેલોની કડવા પાટીદાર જ્ઞાતિએ અસાઈત ઠાકરને તથા વારસોને વંશપરંપરાગત આવક મળે તેવા હક્કો લખી આપ્યા.
અસાઈત ઠાકરને સાહિત્ય અને સંગીતનો છંદ. સુંદર સંગીતકથા કરી જાણે. તેમણે લોકભોગ્ય ભાષામાં લાંબા–ટૂંકા ‘વેશ’ લખવા શરૂ કર્યા. પોતાના જ લખેલા અને લોકરુચિને અનુરૂપ સંગીતબદ્ધ કરેલા વેશને અસાઈત ઠાકર અને તેમના પુત્રોએ સમાજને અર્પણ કર્યા. લોકજીવનને વણી લેતા અને લોકમાનસને સ્પર્શી જતા અસાઈત ઠાકરના આ સંગીતપ્રધાન વેશ “ભવાઈ”ના નામે જાણીતા થયા.
સમય વીતતાં ભવાઈ લોકપ્રિય થતી ગઈ અને ભવાઈએ ગુજરાતમાં નાટ્યકળાના વિકાસના નવા દરવાજા ખોલ્યા. ગુજરાતની રંગભૂમિની એ કમનસીબી કે સમાજમાં આવતાં પરિવર્તનને ન પારખી શકતાં ભવાઈ શિક્ષિત કે ‘સુધરેલ’ વર્ગનો ટેકો ગુમાવતી ગઈ અને ક્યારેક તો હલકું મનોરંજન પીરસનાર સામાન્ય સાધન બની રહી ગઈ. ગુજરાતી રંગમંચના ઇતિહાસમાં ગુજરાતી ભાષાના તળપદા, લોકભોગ્ય  નાટ્યપ્રયોગ તરીકે ભવાઈનું મહત્વ અનોખું છે. 

આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી મહિલા: હંસાબહેન મહેતા

​ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતાનાં ધર્મપત્ની હંસાબહેન મહેતા હતાં.
ભારે રૂઢિવાદી સમાજના જમાનામાં 1897માં તેમનો જન્મ, છતાં. તેમણે 1918માં ફિલોસોફી વિષય સાથે બીએની પરીક્ષા પાસ કરી. પત્રકારત્વના અભ્યાસ માટે હંસાબહેન ઇંગ્લેન્ડ ગયાં. સમાજમાં સ્ત્રીઓના સ્થાન માટે હંસાબહેન ચિંતિત હતાં અને હમેશા સ્ત્રીઓના વિકાસ માટે સક્રિય રહેતાં.
1920માં સ્વિટ્ઝરલેંડની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હંસાબહેન મહેતાએ હિંદના બુલબુલ સરોજિની નાયડુ સાથે હિંદુસ્તાનના મહિલા પ્રતિનિધિઓ તરીકે ભાગ લીધો. 1947માં હિંદુસ્તાન આઝાદ થયું અને સ્વતંત્ર ભારતના યુનાઇટેડ  નેશન્સ (યુનો) ખાતેના પ્રતિનિધિ તરીકે હંસાબહેન અમેરિકા ગયા. “અનુપમા”નાં વાચકમિત્રો જાણે છે કે બ્રિટીશ રાજમાં ડો. જીવરાજ મહેતા વડોદરા રાજ્યના દીવાન હતા.
1949માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ. એસ. યુનિવર્સિટી) ના ઉપકુલપતિપદે હંસાબહેન નિમાયાં. ટૂંકમાં, હંસાબહેન મહેતાએ ગુજરાતી મહિલા તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર નામના પામી ગુજરાતને ગૌરવ બક્ષ્યું.
“અનુપમા”ના વાચક મિત્રો! આપ જાણો છો કે ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા “કરણઘેલો”ના લેખક નંદશંકર મહેતા હતા. હંસાબહેન ગુજરાતના પ્રથમ નવલકથાકાર અને સુરતનાં સમાજસુધારક નંદશંકર મહેતાના પુત્ર સર મનુભાઈ મહેતાનાં પુત્રી હતાં. 

दौलतमंद दिखकर ही आप दौलतमंद बन सकते हैं

​मैंने एक बार एक आदमी को नौकरी का इंटरव्यू देने जाते देखा। उसके जूते गंदे थे, उसके सिर पर टोप था (जो ऊपर खिसका था), उसकी दाढ़ी बढ़ी हुई थी और उसने जेब में हाथ डाल रखे थे। आप समझ ही गए होंगे कि इस हुलिए में इंटरव्यू देने पर क्या हुआ होगा – उसे नौकरी नहीं मिली। और उसे मिलेगी भी नहीं, और फिर वह दावा करेगा कि यह अन्याय है, कोई भी उसे मौक़ा नहीं देता है, ज़िदगी बेकार है आदि। मैंने नौकरी के कई इंटरव्यू लिए हैं और देखा है कि लोगों का हुलिया अक्सर गलत प्रभाव डालता है। कोशिश की कमी हमेशा साफ़ झलकती है – तैयारी और रुचि की कमी भी। ‘आप इस कपनी के लिए काम क्यों करना चाहते हैं?’ ‘पता नहीं।’ ‘हम क्या काम करते हैं?’ ‘पता नहीं।’ मैं यहाँ पर खूसट प्रतिक्रियावादी नहीं बन रहा हूँ। लेकिन इस तरफ़ ध्यान दिया जाना चाहिए कि कोशिश की कमी का सीधा संबंध परिणामों की कमी से है। गरीब लोग गरीब दिखते हैं और ऐसा मजबूरी के कारण नहीं होता है। वे तो एक तरह से गरीबी की यूनिफ़ॉर्म पहने होते हैं, जो उन्हें बाक़ी लोगों से अलग कर देती है। क्योंकि लोग उनके साथ अलग तरह का व्यवहार करने लगेंगे। हम वनमानुषों से बहुत ज़्यादा अलग नहीं हैं और एक-दूसरे के प्रति हमारा व्यवहार काफ़ी हद तक इस बात पर आधारित होता है कि वे किस तरह चलते और दिखते हैं। जो लोग कमज़ोर और ज़रूरतमंद दिखते हैं, उनके साथ वैसा ही बताव किया जाता है। शक्तिशाली लोग गर्व से चलते हैं और आत्मविश्वासी दिखते हैं। मैं यह सुझाव दे रहा हूँ कि आपको शक्तिशाली और आत्मविश्वासी दिखना चाहिए। हम सभी को शक्तिशाली और आत्मविश्वासी दिखना चाहिए।

ओह, लेकिन हम दौलतमंद लोगों जैसे पहनावे का खर्च कैसे उठा सकते हैं? छोड़िए भी। मुझे आपसे बेहतर उम्मीद थी। ज़रा गहराई तक सोचें। वनमानुष तो यह काम बिना कपड़ों के ही कर लेते हैं। इसका संबंध आपके पहनावे से उतना नहीं है, जितना इससे है कि आप किस तरह से चलते हैं। इसका संबंध तो आपकी पूरी छवि से है। लेकिन इसका मतलब यह नहीं है कि आप भड़कीले या बुरे कपड़ों में ज़्यादा सफल हो सकते हैं। कोई भी स्मार्ट ढंग से कपड़े पहन सकता है। कोई अच्छी पोशाक उधार माँग लें या अच्छा सूट सस्ते में खरीद लें (नहीं, नहीं, पूरी क़ीमत पर नहीं और इसे अपने क्रेडिट कार्ड से न ख़रीदें)। कैसिनो की पहली नौकरी के लिए जब मैं इंटरव्यू देने जा रहा था, तो मैंने एक शानदार सेकड हैंड जैकेट ख़रीदा, जो डबल ब्रेस्टेड और बहुत भड़कीला था। इसके साथ ही सही बो टाई भी, क्योंकि मुझे इलास्टिक टाई पसंद नहीं है। मैंने घंटों तक प्रैक्टिस की, जब तक कि मेरी नज़र में मेरा हुलिया सही नहीं हो गया। जब मैं पहली रात को वहाँ पहुँचा, तो मैं प्रशिक्षु कम, जेम्स बॉण्ड ज़्यादा दिख रहा था। मेरी छाप यादगार और नाटकीय थी। ज़ाहिर है, मैंने गलत अनुमान लगा लिया था और बाद में मुझे हाई स्ट्रीट से एक सादा काला सूट खरीदना पड़ा, लेकिन महत्वपूर्ण बात यह थी कि लोगों को यह याद रहा कि मैं भीड़ से अलग था और गंदे कपड़ों के बजाय स्टाइलिश कपड़े पहनता था। मुझे वह काम मिल गया, हालाँकि मैं किसी तरह से उसके लायक़ नहीं था। जानते हैं, यह सूत्र कारगर है। दौलतमंद लोगों की तरह पोशाक पहनें, लोग आपको दौलतमंद मान लेंगे और आपके साथ वैसा ही व्यवहार करेंगे। स्टाइल सीखें, तौर-तरीके सीखें और यह भी सीखें कि दौलतमंद लोग कैसे कपड़े पहनते हैं। गरीब दिखेंगे, तो आपको खराब सर्विस मिलेगी। और आप चाहे जो करें, चिथड़े न पहनें। अमीर मशहूर हस्तियों पर यह फबता है, लेकिन आप पर नहीं। मुझ पर भी नहीं। हमारा लक्ष्य संयत शालीनता होना चाहिए। कुलीन। गुणवत्ता। सादी डिज़ाइन। तराशे हुए बाल। साफ़ नाखून। आप मेरा मतलब समझ गए होंगे!

शॉपक्लूज संस्थापक राधिका अग्रवाल के सफलता की कहानी 

​किसी ने ठीक ही कहा है एक सपना जादू से हकीकत नहीं बन सकता, इसमें पसीना, दृढ संकल्प  और कड़ी मेहनत लगती है।
ज़िन्दगी बहुत छोटी है कुछ कर गुजरने के लिए। उससे भी छोटी वो तब हो जाती है जब इस पुरुषवादी समाज में एक महिला ऊँची उड़ान भरने के सपने देखती है और अगर कोई ऐसा कर जाए तो अक्सर उसे मेहनत या लगन नहीं बल्कि अच्छी किस्मत या फिर किसी चमत्कार का नाम दे दिया जाता है।

लेकिन कहते है ना कि हर एक महान सपने की शुरुआत एक स्वप्नद्रष्टा से होती है। अगर हम याद रखें कि हमारे अंदर वो ताकत है, धैर्य है, और जज़्बा है कि हम सितारों को छू सकें और इस दुनिया को बदल दें तो कोई भी समाज या कितनी भी छोटी ज़िन्दगी हमे रोक नहीं सकती। और आज मैं आपको एक ऐसी ही महिला के बारे में बताने जा रही हूँ जिन्होंने अपने दम पर, अपने जज़्बे के बलबूते एक मिसाल कायम कर दी है।

ShopClues कंपनी की को-फाउंडर और चीफ मार्केटिंग ऑफिसर राधिका अग्रवाल की। राधिका अपने आप में ही women empowerment और “आज की नारी सब पर भारी” का बहुत बड़ा example हैं।
भारत की सबसे जानी मानी और सफल online shopping websites में से एक Shopclues की शुरुवात इन्होंने 2011 में गुडगाँव में की थी। 10 लोगो से शुरू हुई यह company आज की सबसे सफल e-commerce websites में से एक है। आज ShopClues में 1000 से अधिक employees काम करते हैं और हर महीने यह लगभग 80 करोड़ रुपये का कारोबार करती है। Shopclues की strong foundation की वजह से Venture Capital Funding के अंतर्गत इन्हें $100Mn की फंडिंग भी मिली है।
Radhika Aggarwal का बचपन
राधिका के पिता सेना में थे और माँ एक डायटीशीयन थीं। पिताजी की transferable job होने के कारण राधिका ने भारत के लगभग 10 स्कूलों से पढाई की और बुनियादी जीवन कौशल और सामाजिक कौशल जल्दी सीख लिया। अच्छे शिक्षकों के बीच मध्य मार्ग पर चलने वाली राधिका ने सीख लिया कि किसी भी अवसर का किस तरह से भरपूर फ़ायदा उठाते हैं। उनके  social skills और नए दोस्त बनाने की प्रतिभा ने जल्दी ही उनके व्यक्तित्व को ढाला।

राधिका के पिता ने अपनी सेना की नौकरी पूरी होने के बाद खुद को entrepreneurship की ओर मोड़ा। पिता के बिजनेस में आने से राधिका भी छोटी उम्र में ही बिजनेस सम्बन्धी बातों को समझने लगीं।
शिक्षा व नौकरी
राधिका ने Advertising और Public Relation में पोस्ट ग्रेजुएशन की। साल 1997 और 1999 के बीच उन्होंने अपनी खुद की एक विज्ञापन एजेंसी चलायी। उन्होंने कहा कि-
“समस्या को हल करने के लिए या फिर जिस तरह से हम entrepreneurship को आज देखते हैं, उससे इसका कोई तालुक्क नहीं था। यह बस मेरा खुद का मालिक बनने के लिए उठाया कदम था।”

 

साल 1999 में वे MBA करने The US चली गयीं । फिर उन्होंने Washington University St. Louis से अपनी MBA की पढाई पूरी की साल 2000 में जल्दी ही वे नामी-गिरामी financial firm Goldman Sachs में शामिल हो गयीं, लेकिन अगले साल ही वे Nordstrom में शामिल हो गयी जो Walmart की तरह ही अमेरिका की एक प्रतिष्ठित departmental stores की चेन है।