સોશિયલ મિડિયા અને આપણે..

એકવીસમી સદીના આ ક્રાંતિકારી દાયકામાં આપણે ઘણા બધા તબકકાઓમાંથી પસાર થઈ રહયા છીએ ત્યારે આવા સમયમાં આપણા રોજના જીવનમાં એવા પાસાઓ ઉમેરાયા છે જેમણે ઘણી વસ્તુઓની વ્યાખ્યા બદલવાની જરૂરીયાત ઊભી કરી છે.

પ્રાચીનકાળથી જ સંદેશાવ્યવહારની વિવિધ પદ્ધતિઓ દ્રારા વ્યકિત-વ્યકિત વચ્ચે સંવાદની શરૂઆત થઈ. આપણે જોયું, જાણ્યું તે મુજબ સંદેશાવાહક કબૂતર, પતંગ, કાચના શીશા વગેરે જેવા સાધનો અને વચ્ચેના દાયકામાં ટેલિગ્રામ, ટેલિફોન પછી એકવીસમી સદીના મોબાઈલ ફોન, સેલ્યુલર – સેટેલાઈટ ફોનકોલ્સ અને આજના ચેટીંગ / ટેકસ્ટીંગ ઍપ્સ, આજના સુપર ફાસ્ટ જમાનામાં આપણે કલ્પના કરીએ કે આપણો હાથે લખેલો મેસેજ કેટલાય વર્ષો પછી કાચના શીશામાં કોઈ અજાણ્યા વ્યકિત ને સમુદ્ર કિનારે મળે અને તે સમયનો વ્યકિત વ્હોટ્સએપથી મેસેજ કરે છે!

આપણા આ વ્યસ્ત જીવનમાં આપણે સોશિયલ મિડિયાને સમય આપીએ છીએ એ ઘણી મોટી વાત છે. એ આપણી તેના પ્રત્યેની પ્રાથમિકતા દર્શાવે છે. ઘણા યુવામિત્રો પોતાના કલાકો સોશિયલ મિડિયામાં ઉમેરતા હોય છે. પરીણામે સોશિયલ મિડિયા મેનેજમેન્ટ આપણા માટે ખૂબ અગત્યનું થઈ પડે તેમ છે. કદાચ આવનારા સમયમાં સોશિયલ મિડિયામાં આપણે કઈ રીતે વર્તવું તેના ક્લાસ પણ ચાલુ થઈ શકે છે.

સોશિયલ મિડિયા આપણને દેશ-વિદેશની ઘટનાઓથી માહિતગાર કરે છે તથા ભૌગોલિક અંતરો અને સીમાઓને નિરર્થક કરી મૂકે છે. વળી કોઈપણ જાતના ભેદભાવ વગર વ્યકિત પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરે છે. એ સાથે તે પોતાના અધિકાર અંગે ઘણો સભાન અને હકારાત્મક બન્યો છે એ ખૂબ આવકારદાયક બાબત છે. આપણી આસપાસ બનતી સામાજીક, રાજકીય, ભૌતિક પ્રકિયાઓના સંદર્ભમાં આપણો મત આપણે રજૂ કરી શકયા છીએ તથા આપણે આપણા રસ મુજબના મિત્રો બનાવીને તેમની સાથે ચર્ચા કરી શક્યા છીએ, આપણા રસને કેળવી શક્યા છીએ. વળી જેમ જેમ આખો દેશ ઈન્ટરનેટના વપરાશ (નિયમિત વપરાશ) તરફ આગળ વધી રહ્યો છે તે મુજબ વિવિધ પ્રકારના સંગઠનો, રાજકીય પ્રશ્નો અને સાંસ્કૃતિક મંડળોએ ઓનલાઈન યુઝર્સને પોતાના તરફ આકર્ષિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે. તેમાં સોશિયલ મિડિયાએ દેશના ખૂણેખૂણાના લોકોને એકબીજાના ક્ષેત્રના પ્રશ્નો જાણવા, સમજવા અને ઉકેલવા માટે પ્રયત્નશીલ કર્યા છે.
વળી પ્રવાસન ક્ષેત્રમાં એકબીજાના ક્ષેત્રની ખાસીયતો, કુદરતી સૌદર્યના ક્ષેત્રમાં જાણકારીમાં વધારો આવ્યો છે. ઓનલાઈન ટ્રેડ અને અન્ય સવલતો વિશે આપણે માહિતગાર બન્યા છીએ.

આપણા જીવનમાં આટલા બધા પ્લસ પોઈન્ટ સાથે સોશિયલ મિડિયાએ પોતાનું મહત્વનું ધ્યાન પ્રાપ્ત કરી ચૂક્યુ જ છે. તેણે આપણા જીવનમાં ઘણા પરીવર્તન આણ્યા છે. સાથે-સાથે અમુક ચોકાવનારા પરીબળો અંગે વિચારતા કર્યા છે.

પ્રથમ તો સોશિયલ મિડિયા આપણા સંબંધોને કનેક્ટ કરે છે તે સાચું પણ આ બધામાં આપણા ઓફલાઈન સંબંધો ડિસકનેક્ટ થવા તો નથી જઈ રહ્યા ને?
આપણે વૈચારિક રીતે સ્વતંત્ર થયા પરંતુ ગહન અભ્યાસ અને તર્કવિહિન બાબતોને અનુમોદન આપતા તો નથી થયાને? વિચારવા નો સમય તો આપીએ છીએ ને?
દેશ-વિદેશના પ્રશ્નો વિશે માહિતી મળે છે. આપણે ચિંતા કરીએ છીએ, દૂર રહેલા સિરિયાના બાળકોના મૃત્યુ આપણા હ્રદયને હચમચાવે છે. પણ કદાચ આપણે ઘરઆગણે રહેલા બાળકોને ભૂલી તો નથી જતા ને? ઘરના પ્રશ્નો, ગામના, આસપાસના?
આપણી દિનચર્યાના ફેરફારોથી સ્વસ્થ શૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે. આપણા સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે? કે આપણે પીઠના, ગરદનના, આંખના દુઃખાવામાં વધારા આવ્યા છે?
સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો હોય તો તે કૃત્રિમતાનો છે. કૃત્રિમતા એટલે ઓપચારીકતા અને જીવંત વસ્તુઓનો અભાવ. કદાચ આપણા ઓનલાઈન સંબંધો મિત્રતાઓ કૃત્રિમ તો નથી હોતી ને?
આપણા તહેવારો કેવા મનાવવા લાગ્યા છીએ? નવા વર્ષની શુભેચ્છાઓ આપવાનો પ્રકાર, ઓનલાઈન તહેવારોતો નથી ઉજવતાને?
સોશિયલ ગેધરીંગ આપણી રીયલ લાઈફ ગેધરીંગ જેટલો આનંદ આપી શકે છે કે નહી?
આ બધાના જવાબ શોધવા પડશે. આપણી આસપાસ બની રહેલી ગુનાહિત પ્રવૃતિઓ વગેરેમાં શું આપણી ૪ કે ૫ ઈંચના સ્માર્ટફોનનો જાણ્યે અજાણ્યે ફાળો નથી ને? અમુક સંસ્થાઓએ તેમના કર્મચારીઓની કાર્યક્ષમતા ઘટવા પાછળ આ વળગણને ગણ્યુ છે. ડિપ્રેશન, સ્ટ્રેસ વગેરેમાં વધારો અને એકાકી જીવન વગેરે માટે આ જવાબદાર નથી ને? આશા રાખીએ કે આપણે સૌ આ બધાનો ઉકેલ લાવીને આ એક અતિ મહત્વપૂર્ણ માધ્યમનો યોગ્ય અને સહજ ઉપયોગ કરી શકીએ.

– ધ્રુવ ગોસાઈ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s